હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું: «હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».
Explanation
તેમાંથી એક બુદ્ધિશાળી અને પ્રતિષ્ઠિત સ્ત્રીએ કહ્યું: અમે જ કેમ જહન્નમમાં સૌથી વધારે હશું?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કેટલાક કારણોથી: તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છો, અને પતિના અધિકારો પૂરા નથી પડતાં. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમનો ગુણ જણાવતા કહ્યું: બુદ્ધિ અને દીનમાં કમી ધરાવનાર તમારી માફક મેં અન્યને નથી જોયા જે બુદ્ધિશાળી, મક્કમ અને સંતુલિત વ્યક્તિ પર પ્રભુત્વ મેળવે છે.
તે સ્ત્રીએ કહ્યું: અમારી બુદ્ધિ અને દીનમાં કમી કઈ રીતે?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બુદ્ધિમાં કમી એ રીતે કે બે સ્ત્રીઓની સાક્ષી એક પુરુષ બરાબર છે; અને આ બુદ્ધિમાં કમી છે, અને દીનમાં કમી તે સત્કાર્યમાં કમીના કારણે છે કે તમે હૈઝના દિવસોમાં રાત અને દિવસ દરમિયાન નમાઝ નથી પઢી શકતા, અને એવી જ રીતે હૈઝના કારણે રમજાનના રોઝા પણ નથી રાખી શકતા, અને આ જ દીનમાં કમી છે, પરંતુ તેના કારણે તેમને ગુનેગાર અને અપરાધી ઠેહરાવવામાં નથી આવતા, અને ન તો તેના વિષે તેમની પકડ થશે, કારણકે આ જ સ્થિતિ તેમના સર્જનમાં છે, જેવી રીતે માનવી પ્રાકૃતિક રૂપે માલને મોહબ્બત કરનાર, અને કાર્યોમાં જલ્દી કરનાર અને અજ્ઞાનતા કરનાર પેદા કરવામાં આવ્યો છે.... વગેરે, પરંતુ તેને તેમાં સપડાવવાથી સચેત કરવામાં આવ્યો છે.
Benefits
પતિની અવજ્ઞા કરવી અને ખૂબ મહેણાંટોણાં કરવા તે મોટા ગુનાહો માંથી છે; કારણકે તેના પર જહન્નમની ચેતના આપવામાં આવી છે અને તે મોટા ગુનાહ હોવાની નિશાની છે.
આ હદીષમાં ઈમાનના વધઘટની વાત કરવામાં આવી છે, બસ જેની ઈબાદતો વધી જાય તેનું ઈમાન પણ વધી જશે અને જેની ઈબાદતમાં કમી આવશે તો તેના ઈમાનમાં પણ ઘટાડો થશે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે રીતે બુદ્ધિ વધઘટનો સ્વીકાર કરે છે, એવી જ રીતે ઈમાન પણ, સ્ત્રીઓના ઘટાડા વર્ણન કરવાનો હેતુ એ નથી કે તેમને ગુનેગાર ઠેહરાવવામાં આવે, કારણકે તે સર્જનની શરૂઆતથી આ પ્રમાણે છે, પરંતુ તેમને પણ ફિતનાના સપડાવવાથી સચેત કર્યા છે, અને અઝાબની ચેતના આપી છે જે તેમની અવજ્ઞાના કારણે છે ન કે તેમની કમીના કારણે, દીનની કમી ફક્ત ગુનાહનું કારણ બનવા ખાતર નથી પરંતુ તે સામાન્ય છે.
આ હદીષમાં વિદ્યાર્થી, શિક્ષક, અનુયાયી, અને જેનું અનુસરણ કરવામાં આવે છે, તેમને જો શબ્દનો અર્થ ન સમજી શકાય તો તેમને ફરીવાર પૂછી લેવું જોઈએ.
આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સ્ત્રીની સાક્ષી પુરુષની સાક્ષી કરતાં અધૂરી છે, અને આ તેમના નિયંત્રણના અભાવના કારણે છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ આ શબ્દ વિષે: "મેં તમારા કરતાં નાકિસ (અધૂરા) નથી જોયા... અંત સુધી" કહ્યું: મને લાગે છે કે સ્ત્રીઓના જહન્નમમાં જવાનું કારણ એક એ પણ છે કે તે એક મક્કમ પુરુષને ગુનાહ તરફ બોલાવી અથવા કહી ભટકાવી દે છે, જે શરીઅતમાં હરામ છે, તે પણ તેના ગુનાહ ભાગીદાર હોવાના કારણે જહન્નમમાં જશે.
હૈઝના દિવસોમાં સ્ત્રી માટે નમાઝ પઢવી અને રોઝા રાખવા હરામ છે, એવી જ રીતે બાળકને જન્મ આપનાર સ્ત્રી માટે પણ હરામ છે, ફરી તે પાક થયા પછી ફક્ત રોઝાની કઝા કરશે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદ્ વ્યવહારનું વર્ણન કે તે સ્ત્રીઓને તેમના દરેક સવાલો પર કોઈ પણ સંકોચ વગર જવાબ આપે છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સદકો અઝાબ દૂર કરવાનું કારણ બને છે, અને લોકો દરમિયાન થયેલા ગુનાહોનો કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: સ્ત્રીઓની દીનમાં કમી તેમના હૈઝ (માસિક)ના સમયે નમાઝ અને રોઝા છોડવાના કારણે છે; બસ જેની ઈબાદતો વધારે હોય તેનું ઈમાન પણ વધી જાય છે, અને જેની ઈબાદતોમાં ઘટાડો આવી જાય, તેનું ઈમાન પણ ઘટી જાય છે, ફરી તે દીનમાં કમીના કારણે અન્ય ગુનાહમાં પણ સપડાઈ શકે છે, જેમકે કોઈ પણ કારણ વગર, નમાઝ છોડવી, અથવા રોઝા છોડવા, અથવા જરૂરી ઈબાદતો ન કરવી, એવી જ રીતે તેમની જુમ્માની નમાઝ છોડવી, અથવા યુદ્ધ ન કરવુ અથવા તે કાર્યો છોડવા જે તેમના પર વાજિબ નથી તેમના શિરે કોઈ ગુનોહ નથી, અને તેમના માટે હૈઝના સમયે નમાઝ અને રોઝા છોડવા જરૂરી છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

