અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?

અને દસ રાતો
ઝુલ-હિજ્જાની રાતો

આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?

ઇબ્ને અબ્બાસ (રદિઅલ્લાહૂ અન્હુ) એ કહ્યું: રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે,
"એવા કોઈ દિવસો નથી કે જેમાં સારા કાર્યો આ દિવસો કરતાં સર્વશક્તિમાન અલ્લાહ ને વધુ પ્રિય હોય". (એટલે કે ઝુલ હિજ્જાના દસ દિવસો)
તેમણે કહ્યું: હે અલ્લાહના રસુલ, અલ્લાહની ખાતર જેહાદ પણ નથી?
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ કહ્યું: અલ્લાહ ની ખાતર જેહાદ પણ નહીં. સિવાય કે જે માણસ તેના જીવ અને તેના પૈસા સાથે જિહાદ માં ગયો અને પછી કંઈપણ સાથે પાછો ન આવ્યો."

સારા કાર્યોમાં વિવિધ પ્રકારની ઈબાદતનો સમાવેશ થાય છે.
જેમ કે રોજા, નમાઝ,હજ, ઝીક્રો અઝકાર, સર્વશક્તિમાન અલ્લાહની હમ્દ, કુરાનની તિલાવત, અને સખાવતી કાર્યોમાં ખર્ચ કરવો વગેરે.

આ દિવસોમાં શું સાબિત થયેલ છે ? :

1, દસમા દિવસ સિવાયના રોજા.
પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલીક પત્નીઓએ (રદિઅલ્લાહૂ અન્હુમા)એ કહ્યું: અલ્લાહ ના રસુલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઝુલ-હિજ્જાના નવ દિવસ રોજા રાખતા હતા.
ખાસ કરીને અરાફાતના દિવસે, જે બે વર્ષના ગુનાહોને માફ કરે છે.

2- હજ, જે દસ દિવસમાં કરવામાં આવેલું શ્રેષ્ઠ કાર્ય છે, અને પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કહ્યું: મકબુલ હજનો જન્નત સિવાય કોઈ બદલો નથી.

3- કુરબાની એ સાબિત થયેલ સુન્નત છે, અને જે કોઈ કુરબાની કરવા માંગે છે તેણે ઝુલ-હિજ્જા મહિનાની શરૂઆતથી તેની કુરબાની જિબહ ન થાય ત્યાં સુધી તેના વાળ અને નખ કાપવાથી દૂર રહેવું જોઈએ.

4- ઘણી બધી તહલીલ, તકબીર અને હમ્દ કરો.
તકબીર માટેના શબ્દો: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , લા ઈલાહા ઈલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , વ લિલ્લાહિલ હમ્દ.

عشر ذي الحجة