البقرة
Al-Baqarah
The Cow
1 - Al-Baqarah (The Cow) - 001
الٓمٓ
૧. અલિફ-લામ્-મીમ્ [1]
[1] આ સૂરતની શરૂઆતમાં વર્ણન થયેલ હુરૂફે મુકત્તઆત, તે હુરુફ કુરઆન મજીદને એક મોઅજિઝો (ચમત્કારિક વાળી) હોવાને દર્શાવે છે, અને તે મુશરિકો માટે એક ચેલેન્જ હતું, પરંતુ તેઓ તે ચેલેન્જનો જવાબ આપી ન શક્યા, અને આ શબ્દો અરબી ભાષાના શબ્દોનો સંગ્રહ છે, જેના દ્વારા અરબી ભાષા બને છે, જે એ વાતનો પુરાવો છે કે અરબના લોકો આના જેવા શબ્દો લાવવા પર અસમર્થ રહ્યા જો કે તેઓ અરબી ભાષામાં સૌથી વધુ નિષ્ણાત હતા, અને તે એ વાત તરફ ઈશારો કે કુરઆન અલ્લાહ તરફથી ઉતારવામાં આવ્યું છે.
2 - Al-Baqarah (The Cow) - 002
ذَٰلِكَ ٱلۡكِتَٰبُ لَا رَيۡبَۛ فِيهِۛ هُدٗى لِّلۡمُتَّقِينَ
૨. આ કિતાબ (કુરઆન મજીદ)માં કોઇ શંકા નથી. એવા ડરવાવાળા લોકોને માર્ગદર્શન આપે છે.
3 - Al-Baqarah (The Cow) - 003
ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱلۡغَيۡبِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
૩. જે લોકો ગૈબ ઉપર ઇમાન રાખે છે અને નમાઝની પાબંદી કરે છે અને અમારા આપેલા (માલ) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે,
4 - Al-Baqarah (The Cow) - 004
وَٱلَّذِينَ يُؤۡمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَ وَبِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ
૪. અને તેઓ, જે કંઈ પણ આપની તરફ અવતરિત કરવામાં આવ્યું છે, અને જે કંઇ પણ તમારાથી પહેલાના લોકો (પયગંબરો) પર અવતરિત કરવામાં આવ્યું તેના પર ઈમાન રાખે છે, અને તેઓ આખિરત ઉપર પણ સંપૂર્ણ યકીન ધરાવે છે.
5 - Al-Baqarah (The Cow) - 005
أُوْلَـٰٓئِكَ عَلَىٰ هُدٗى مِّن رَّبِّهِمۡۖ وَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ
૫. આ જ લોકો પોતાના પાલનહાર તરફથી (અવતરિત કરેલ) હિદાયત પર છે, અને આ જ લોકો સફળ થવાવાળા છે.
6 - Al-Baqarah (The Cow) - 006
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ سَوَآءٌ عَلَيۡهِمۡ ءَأَنذَرۡتَهُمۡ أَمۡ لَمۡ تُنذِرۡهُمۡ لَا يُؤۡمِنُونَ
૬. કાફિરોને તમારું સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે.
7 - Al-Baqarah (The Cow) - 007
خَتَمَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَعَلَىٰ سَمۡعِهِمۡۖ وَعَلَىٰٓ أَبۡصَٰرِهِمۡ غِشَٰوَةٞۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ
૭. અલ્લાહએ તેઓના દિલો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પરદો પડી ગયો છે અને તેમના માટે ભવ્ય અઝાબ છે.
8 - Al-Baqarah (The Cow) - 008
وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَمَا هُم بِمُؤۡمِنِينَ
૮. લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ તેઓ સાચા મોમિન નથી.
9 - Al-Baqarah (The Cow) - 009
يُخَٰدِعُونَ ٱللَّهَ وَٱلَّذِينَ ءَامَنُواْ وَمَا يَخۡدَعُونَ إِلَّآ أَنفُسَهُمۡ وَمَا يَشۡعُرُونَ
૯. તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોખો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોખો આપી રહ્યા છે અને સમજતા નથી.
10 - Al-Baqarah (The Cow) - 010
فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَهُمُ ٱللَّهُ مَرَضٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡذِبُونَ
૧૦. તેઓના દિલોમાં બીમારી હતી તો અલ્લાહ તઆલાએ તેઓની બીમારીમાં વધારો કરી દીધો અને તેમના જૂઠના કારણે તેમન માટે દુ:ખદાયી અઝાબ છે.
11 - Al-Baqarah (The Cow) - 011
وَإِذَا قِيلَ لَهُمۡ لَا تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ قَالُوٓاْ إِنَّمَا نَحۡنُ مُصۡلِحُونَ
૧૧. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી પર ભ્રષ્ટતા ન ફેલાવો તો જવાબ આપે છે કે અમે તો ફકત સુધારો કરવાવાળા છે.
12 - Al-Baqarah (The Cow) - 012
أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلۡمُفۡسِدُونَ وَلَٰكِن لَّا يَشۡعُرُونَ
૧૨. ખબરદાર! ખરેખર આ જ લોકો ભ્રષ્ટતા ફેલાવનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.
13 - Al-Baqarah (The Cow) - 013
وَإِذَا قِيلَ لَهُمۡ ءَامِنُواْ كَمَآ ءَامَنَ ٱلنَّاسُ قَالُوٓاْ أَنُؤۡمِنُ كَمَآ ءَامَنَ ٱلسُّفَهَآءُۗ أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلسُّفَهَآءُ وَلَٰكِن لَّا يَعۡلَمُونَ
૧૩. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે તમે પણ એવી જ રીતે ઈમાન લાવો જેવું કે બીજા લોકો ઈમાન લાવ્યા છે, (અર્થાત સહાબાઓ) તો તેઓ જવાબ આપે છે કે શું અમે પણ એવી રીતે ઇમાન લાવીએ, જેવું કે મુર્ખ લોકો ઈમાન લાવ્યા? ખબરદાર! ખરેખર આ જ લોકો મુર્ખ છે, પરંતુ તેઓ (આ વાત) નથી જાણતા.
14 - Al-Baqarah (The Cow) - 014
وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَوۡاْ إِلَىٰ شَيَٰطِينِهِمۡ قَالُوٓاْ إِنَّا مَعَكُمۡ إِنَّمَا نَحۡنُ مُسۡتَهۡزِءُونَ
૧૪. અને જ્યારે (આવા લોકો) ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાન (કાફિર દોસ્તો) સાથે એકાંતમાં મુલાકાત કરે છે, તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો (ઇમાનવાળાઓ સાથે) ફકત મશ્કરી કરી રહ્યા છે.
15 - Al-Baqarah (The Cow) - 015
ٱللَّهُ يَسۡتَهۡزِئُ بِهِمۡ وَيَمُدُّهُمۡ فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ
૧૫. અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરી રહ્યો છે અને તેઓને તેમના વિદ્રોહમાં ઢીલ આપી રહ્યો છે, જેમાં તેઓ આંધળાઓની માફક પથભ્રષ્ટ થઈ રહ્યા છે.
16 - Al-Baqarah (The Cow) - 016
أُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلضَّلَٰلَةَ بِٱلۡهُدَىٰ فَمَا رَبِحَت تِّجَٰرَتُهُمۡ وَمَا كَانُواْ مُهۡتَدِينَ
૧૬. આ તે લોકો છે, જેઓએ પથભ્રષ્ટતાને હિદાયતના બદલામાં ખરીદી લીધી છે, બસ! ન તો તેઓના વેપારે તેમને ફાયદો પહોંચાડયો અને તેઓ સત્ય માર્ગ પર ન હતા.
17 - Al-Baqarah (The Cow) - 017
مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِي ٱسۡتَوۡقَدَ نَارٗا فَلَمَّآ أَضَآءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِي ظُلُمَٰتٖ لَّا يُبۡصِرُونَ
૧૭. તેઓ (મુનાફિકો)નું ઉદાહરણ તે વ્યક્તિની માફક છે, જેણે (અંધારામાં) આગ સળગાવી, જ્યારે તે આગે આજુ બાજુની વસ્તુઓને પ્રકાશિત કરી દીધી, તો (તે જ સમયે) અલ્લાહએ તેઓની (આંખોના) પ્રકાશને લઇ લીધો અને તેઓને (ફરીથી) અંધકારમાં છોડી મુક્યા, જેથી તેઓ (કંઈ પણ) જોઇ નથી શકતા.
18 - Al-Baqarah (The Cow) - 018
صُمُّۢ بُكۡمٌ عُمۡيٞ فَهُمۡ لَا يَرۡجِعُونَ
૧૮. આવા લોકો બહેરા, મુંગા અને આંધળા છે, તેઓ (ઈમાન લાવવા માટે) પાછા નહીં ફરે.
19 - Al-Baqarah (The Cow) - 019
أَوۡ كَصَيِّبٖ مِّنَ ٱلسَّمَآءِ فِيهِ ظُلُمَٰتٞ وَرَعۡدٞ وَبَرۡقٞ يَجۡعَلُونَ أَصَٰبِعَهُمۡ فِيٓ ءَاذَانِهِم مِّنَ ٱلصَّوَٰعِقِ حَذَرَ ٱلۡمَوۡتِۚ وَٱللَّهُ مُحِيطُۢ بِٱلۡكَٰفِرِينَ
૧૯. અથવા (ફરી તે મુનાફિકોનું ઉદાહરણ આમ સમજો) જેવું કે આકાશ માંથી ભારે વરસાદ થઈ રહ્યો હોય, જેમાં અંધારુ, મેઘગર્જના અને વિજળી પણ થતી હોય, આ લોકો વાદળોના ગર્જવાના કારણે મૃત્યુથી ભયભીત થઈ પોતાના કાનોમાં પોતાની આંગળીઓ નાખી દે છે. અને અલ્લાહ તઆલાએ કાફિરોને બધી બાજુથી ઘેરાવમાં લઈ રાખ્યા છે.
20 - Al-Baqarah (The Cow) - 020
يَكَادُ ٱلۡبَرۡقُ يَخۡطَفُ أَبۡصَٰرَهُمۡۖ كُلَّمَآ أَضَآءَ لَهُم مَّشَوۡاْ فِيهِ وَإِذَآ أَظۡلَمَ عَلَيۡهِمۡ قَامُواْۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
૨૦. (એવુ લાગે છે કે) તરત જ વિજળી તેમની આંખોની દ્રષ્ટિને ઝુંટવી લેંશે, જ્યારે વીજળીના પ્રકાશથી કંઈક પ્રકાશ થાય છે તો તેમાં ચાલવા લાગે છે અને જ્યારે અંધારુ થાય છે, તો ઉભા રહી જાય છે. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો (આ જ સ્થિતિમાં વીજળી દ્વારા) તેમની સાંભળવાની શક્તિ અને (તેના પ્રકાશથી) જોવાની દ્રષ્ટિ છીંનવી શકતો હતો, નિંશંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
21 - Al-Baqarah (The Cow) - 021
يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ
૨૧. હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો.
22 - Al-Baqarah (The Cow) - 022
ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ
૨૨. તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો.
23 - Al-Baqarah (The Cow) - 023
وَإِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّمَّا نَزَّلۡنَا عَلَىٰ عَبۡدِنَا فَأۡتُواْ بِسُورَةٖ مِّن مِّثۡلِهِۦ وَٱدۡعُواْ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ
૨૩. અને (હે કાફિરો!) અમે જે કંઇ પણ પોતાના બંદા (મુહમ્મદ) પર ઉતાર્યું છે, તેમાં જો તમને કંઇ પણ શંકા હોય, તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, જો તમે સાચા હોય તો અલ્લાહ તઆલાને છોડીને પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો.
24 - Al-Baqarah (The Cow) - 024
فَإِن لَّمۡ تَفۡعَلُواْ وَلَن تَفۡعَلُواْ فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ
૨૪. અને જો તમે આ કામ ન કરી શકો, અને તમે આ કામ ક્યારેય પણ નથી કરી શકતા, તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.
25 - Al-Baqarah (The Cow) - 025
وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ أَنَّ لَهُمۡ جَنَّـٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ كُلَّمَا رُزِقُواْ مِنۡهَا مِن ثَمَرَةٖ رِّزۡقٗا قَالُواْ هَٰذَا ٱلَّذِي رُزِقۡنَا مِن قَبۡلُۖ وَأُتُواْ بِهِۦ مُتَشَٰبِهٗاۖ وَلَهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَهُمۡ فِيهَا خَٰلِدُونَ
૨૫. (હે પયગંબર!) ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની ખુશખબરી આપી દો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને (તે જન્નત) માંથી કોઈ ફળ રોજી માટે આપવામાં આવશે, તો તેઓ કહેશે કે આ તો તે જ ફળ છે, જે અમને આનાથી પહેલા (દુનિયામાં) આપવામાં આવ્યું હતું, (કારણકે જે ફળ તેમને આપવામાં આવશે) તે ફળ રૂપમાં દુનિયાના ફળ જેવું હશે, તેમજ તે (ઈમાનવાળાઓ) માટે પવિત્ર પત્નિઓ હશે, અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેશે.
26 - Al-Baqarah (The Cow) - 026
۞إِنَّ ٱللَّهَ لَا يَسۡتَحۡيِۦٓ أَن يَضۡرِبَ مَثَلٗا مَّا بَعُوضَةٗ فَمَا فَوۡقَهَاۚ فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ فَيَعۡلَمُونَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّهِمۡۖ وَأَمَّا ٱلَّذِينَ كَفَرُواْ فَيَقُولُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۘ يُضِلُّ بِهِۦ كَثِيرٗا وَيَهۡدِي بِهِۦ كَثِيرٗاۚ وَمَا يُضِلُّ بِهِۦٓ إِلَّا ٱلۡفَٰسِقِينَ
૨૬. નિંશંક અલ્લાહ તઆલા (કોઈ વાતની સ્પષ્ટતા માટે) કોઈ પણ ઉદાહરણ આપવાથી ક્યારેય શરમાતો નથી, ભલે ને તે ઉદાહરણ મચ્છરનું હોય અથવા તેનાથી પણ હલકી વસ્તુનું. ઇમાનવાળાઓ (આ વાત) ખૂબ સારી રીતે જાણે છે કે તેમના પાલનહાર તરફથી વર્ણવેલ ઉદાહરણ સાચું છે, અને જેઓ કાફિર છે તેઓ કહે છે કે આ પ્રમાણેના ઉદાહરણ આપી, અલ્લાહ શું ઈચ્છે છે? (અલ્લાહ) આ ઉદાહરણો આપી કેટલાકો લોકોને પથભ્રષ્ટ કરી દે છે અને કેટલાક લોકોને હિદાયત પર લાવી દે છે અને તે પથભ્રષ્ટ તો ફકત વિદ્રોહીઓને જ કરે છે.
27 - Al-Baqarah (The Cow) - 027
ٱلَّذِينَ يَنقُضُونَ عَهۡدَ ٱللَّهِ مِنۢ بَعۡدِ مِيثَٰقِهِۦ وَيَقۡطَعُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِۚ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ
૨૭. જે લોકો અલ્લાહ તઆલાના મજબુત વચનને તોડે છે અને અલ્લાહ તઆલાએ જે વસ્તુને જોડવાનો આદેશ આપ્યો છે તેને કાપી નાખી છે, અને ધરતી પર ભ્રષ્ટાચાર ફેલાવે છે આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
28 - Al-Baqarah (The Cow) - 028
كَيۡفَ تَكۡفُرُونَ بِٱللَّهِ وَكُنتُمۡ أَمۡوَٰتٗا فَأَحۡيَٰكُمۡۖ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ
૨૮. (લોકો!) તમે અલ્લાહનો ઇન્કાર કઈ રીતે કરો છો, જ્યારે કે તમે મૃત હતા, તેણે તમને જીવિત કર્યા, પછી તે જ તમને મૃત્યુ આપશે અને તે જ તમને (ફરીવાર) જીવિત કરશે, તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.
29 - Al-Baqarah (The Cow) - 029
هُوَ ٱلَّذِي خَلَقَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا ثُمَّ ٱسۡتَوَىٰٓ إِلَى ٱلسَّمَآءِ فَسَوَّىٰهُنَّ سَبۡعَ سَمَٰوَٰتٖۚ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ
૨૯. તે અલ્લાહ, જેણે તમારા માટે ધરતીની દરેક વસ્તુનું સર્જન કર્યુ, પછી આકાશ તરફ ફર્યો અને તેને ઠીક-ઠાક સાત આકાશ બનાવ્યા, અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.
30 - Al-Baqarah (The Cow) - 030
وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَـٰٓئِكَةِ إِنِّي جَاعِلٞ فِي ٱلۡأَرۡضِ خَلِيفَةٗۖ قَالُوٓاْ أَتَجۡعَلُ فِيهَا مَن يُفۡسِدُ فِيهَا وَيَسۡفِكُ ٱلدِّمَآءَ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَكَۖ قَالَ إِنِّيٓ أَعۡلَمُ مَا لَا تَعۡلَمُونَ
૩૦. અને (હે પયગંબર! તે સમયની વાત સાંભળો!) જ્યારે, તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર એક ખલીફા (નાયબ) બનાવવાનો છું, તો તેઓ કહેવા લાગ્યા, શું તમે એવા સર્જનીઓને પેદા કરશો, જેઓ ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવશે અને ખુનામરકીઓ આચરશે? જો કે અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરી રહ્યાં છે. અલ્લાહ તઆલાએ (તેમને) કહ્યું, જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા.
31 - Al-Baqarah (The Cow) - 031
وَعَلَّمَ ءَادَمَ ٱلۡأَسۡمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمۡ عَلَى ٱلۡمَلَـٰٓئِكَةِ فَقَالَ أَنۢبِـُٔونِي بِأَسۡمَآءِ هَـٰٓؤُلَآءِ إِن كُنتُمۡ صَٰدِقِينَ
૩૧. (ત્યારબાદ) અલ્લાહ તઆલાએ આદમને દરેક (વસ્તુઓના) નામ શીખવાડી દીધા, પછી તે (વસ્તુઓ) ફરિશ્તાઓ સમક્ષ રજુ કરી અને કહ્યું, જો તમે સાચા હોવ તો મને આ (વસ્તુઓના) નામ જણાવો.
32 - Al-Baqarah (The Cow) - 032
قَالُواْ سُبۡحَٰنَكَ لَا عِلۡمَ لَنَآ إِلَّا مَا عَلَّمۡتَنَآۖ إِنَّكَ أَنتَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ
૩૨. ફરિશ્તાઓ કહેવા લાગ્યા, તું પવિત્ર છે, અમે તો ફકત એટલું જ જાણીએ છીએ જેટલું તે અમને શીખવાડયું છે, સંપૂર્ણ જ્ઞાનધરાવનાર અને હિકમતવાળો તો તું જ છે.
33 - Al-Baqarah (The Cow) - 033
قَالَ يَـٰٓـَٔادَمُ أَنۢبِئۡهُم بِأَسۡمَآئِهِمۡۖ فَلَمَّآ أَنۢبَأَهُم بِأَسۡمَآئِهِمۡ قَالَ أَلَمۡ أَقُل لَّكُمۡ إِنِّيٓ أَعۡلَمُ غَيۡبَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَأَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا كُنتُمۡ تَكۡتُمُونَ
૩૩. અલ્લાહ તઆલાએ આદમને કહ્યું, હે આદમ! (આ ફરિશ્તાઓને) આ (વસ્તુઓના) નામ જણાવી દો, જ્યારે તેઓએ ફરિશ્તાઓને તે (વસ્તુઓના) નામ જણાવી દીધા તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને કહ્યું, શું મેં તમને (પહેલા જ) નહતું કહ્યું કે ધરતી અને આકાશોની ગૈબની વાતો ફક્ત હું જ જાણું છું અને હું તે વાતોને પણ જાણું છું, જે તમે જાહેર કરો છો, અને તે વાતોને પણ, જે કંઇ તમે છુપાવો છો.
34 - Al-Baqarah (The Cow) - 034
وَإِذۡ قُلۡنَا لِلۡمَلَـٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ وَٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ
૩૪. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબ્લીસે ઇન્કાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો.
35 - Al-Baqarah (The Cow) - 035
وَقُلۡنَا يَـٰٓـَٔادَمُ ٱسۡكُنۡ أَنتَ وَزَوۡجُكَ ٱلۡجَنَّةَ وَكُلَا مِنۡهَا رَغَدًا حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هَٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّـٰلِمِينَ
૩૫. અમે આદમને કહ્યું, હે આદમ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો.
36 - Al-Baqarah (The Cow) - 036
فَأَزَلَّهُمَا ٱلشَّيۡطَٰنُ عَنۡهَا فَأَخۡرَجَهُمَا مِمَّا كَانَا فِيهِۖ وَقُلۡنَا ٱهۡبِطُواْ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ وَلَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُسۡتَقَرّٞ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ
૩૬. છેવટે શૈતાને તેઓને તે વૃક્ષની લાલસા આપી તે બન્નેને ફુસલાવી દીધા, તે બન્ને જે સ્થિતિમાં હતા, ત્યાંથી કઢાવીને જ રહ્યો, ત્યારે અમે કહીં દીધું કે ઉતરી જાઓ! તમે એક બીજાના શત્રુ છો અને હવે એક નક્કી કરેલ સમય (મોત અથવા કયામત) સુધી ધરતી ઉપર રોકાણ કરો અને ફાયદો ઉઠાવો
37 - Al-Baqarah (The Cow) - 037
فَتَلَقَّىٰٓ ءَادَمُ مِن رَّبِّهِۦ كَلِمَٰتٖ فَتَابَ عَلَيۡهِۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ
૩૭. પછી આદમે પોતાના પાલનહાર પાસેથી કેટલાક શબ્દો શીખી, તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિઃશંક તે જ તૌબા કબુલ કરનાર અને અત્યંત દયાળુ છે.
38 - Al-Baqarah (The Cow) - 038
قُلۡنَا ٱهۡبِطُواْ مِنۡهَا جَمِيعٗاۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ
૩૮. અમે કહ્યું તમે સૌ અહીંયાથી જતા રહો, જો મારા તરફથી જે કંઈ માર્ગદર્શન તમારી પાસે પહોંચે, અને જે લોકો મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે, તો તેમને ન તો કોઈ ભય હશે અને ન તો તેમને કોઈ ગમ હશે.
39 - Al-Baqarah (The Cow) - 039
وَٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَآ أُوْلَـٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ
૩૯. અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે.
40 - Al-Baqarah (The Cow) - 040
يَٰبَنِيٓ إِسۡرَـٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَوۡفُواْ بِعَهۡدِيٓ أُوفِ بِعَهۡدِكُمۡ وَإِيَّـٰيَ فَٱرۡهَبُونِ
૪૦. હે બની ઇસ્રાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો, જે મેં તમને આપી હતી અને તમે મને આપેલ વચન પુરુ કરો અને મેં તમને જે વચન આપ્યું છે તેને હું પૂરું કરીશ અને ફક્ત મારાથી જ ડરો.
41 - Al-Baqarah (The Cow) - 041
وَءَامِنُواْ بِمَآ أَنزَلۡتُ مُصَدِّقٗا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُونُوٓاْ أَوَّلَ كَافِرِۭ بِهِۦۖ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗا وَإِيَّـٰيَ فَٱتَّقُونِ
૪૧. અને તે કિતાબ (કુરઆન) પર ઇમાન લાવો જે મેં તમારી કિતાબોની પુષ્ટી માટે ઉતારી છે અને તેની બાબતે તમે જ પ્રથમ ઇન્કારી ન બનશો અને મારી આયતોને થોડીક કિંમતે વેચી ન નાખો. અને ફકત મારાથી જ ડરો.
42 - Al-Baqarah (The Cow) - 042
وَلَا تَلۡبِسُواْ ٱلۡحَقَّ بِٱلۡبَٰطِلِ وَتَكۡتُمُواْ ٱلۡحَقَّ وَأَنتُمۡ تَعۡلَمُونَ
૪૨. અને સત્યને અસત્ય સાથે ભેળસેળ ન કરો અને ન સત્યને છુપાવો, જ્યારે કે (સાચી વાત) તમે ખુબ જ સારી રીતે જાણો છો.
43 - Al-Baqarah (The Cow) - 043
وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَٱرۡكَعُواْ مَعَ ٱلرَّـٰكِعِينَ
૪૩. અને નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, અને રૂકુઅ કરવાવાળાઓ સાથે તમે પણ રૂકુઅ કરતા રહો.
44 - Al-Baqarah (The Cow) - 044
۞أَتَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبِرِّ وَتَنسَوۡنَ أَنفُسَكُمۡ وَأَنتُمۡ تَتۡلُونَ ٱلۡكِتَٰبَۚ أَفَلَا تَعۡقِلُونَ
૪૪. શું લોકોને ભલાઇ ની શિખામણ આપો છો? અને પોતે જ પોતાને ભુલી જાઓ છો જો કે તમે કિતાબ (તૌરાત) પઢો છો, શું તમારામાં આટલી પણ બુધ્ધી નથી?
45 - Al-Baqarah (The Cow) - 045
وَٱسۡتَعِينُواْ بِٱلصَّبۡرِ وَٱلصَّلَوٰةِۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى ٱلۡخَٰشِعِينَ
૪૫. સબર અને નમાઝ સાથે મદદ માંગતા રહો, આ વસ્તુ ભારે પરિશ્રમવાળી છે, પરંતુ ડરવાવાળાઓ માટે (સરળ છે).
46 - Al-Baqarah (The Cow) - 046
ٱلَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَٰقُواْ رَبِّهِمۡ وَأَنَّهُمۡ إِلَيۡهِ رَٰجِعُونَ
૪૬. અને જેઓ યકીન કરે છે કે તેઓ પોતાના પાલનહારથી (નજીક માંજ) મુલાકાત કરશે અને તેની જ તરફ પાછા ફરવાના છે.
47 - Al-Baqarah (The Cow) - 047
يَٰبَنِيٓ إِسۡرَـٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَنِّي فَضَّلۡتُكُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ
૪૭. હે બની ઇસ્રાઈલ! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમને આપી હતી અને મેં તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર શ્રેષ્ઠતા આપી હતી.
48 - Al-Baqarah (The Cow) - 048
وَٱتَّقُواْ يَوۡمٗا لَّا تَجۡزِي نَفۡسٌ عَن نَّفۡسٖ شَيۡـٔٗا وَلَا يُقۡبَلُ مِنۡهَا شَفَٰعَةٞ وَلَا يُؤۡخَذُ مِنۡهَا عَدۡلٞ وَلَا هُمۡ يُنصَرُونَ
૪૮. અને તે દિવસથી ડરતા રહો જ્યારે કોઇ કોઇના કામમાં નહીં આવી શકે અને ન તો તેની બાબત કોઇ ભલામણ સ્વીકારવામાં આવશે અને ન તો તેની પાસેથી દંડ લઈ તેને છોડવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે.
49 - Al-Baqarah (The Cow) - 049
وَإِذۡ نَجَّيۡنَٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ يُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ
૪૯. (અને તે સમયને પણ યાદ કરો) જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો, જેઓ તમને દુઃખદાયક યાતના આપતા હતા, તમારા બાળકોને તો મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, અને આમાં તમારા માટે તમારા પાલનહાર તરફથી ભવ્ય અજમાયશ હતી.
50 - Al-Baqarah (The Cow) - 050
وَإِذۡ فَرَقۡنَا بِكُمُ ٱلۡبَحۡرَ فَأَنجَيۡنَٰكُمۡ وَأَغۡرَقۡنَآ ءَالَ فِرۡعَوۡنَ وَأَنتُمۡ تَنظُرُونَ
૫૦. અને (તે સમય પર યાદ કરો) જ્યારે અમે તમારા માટે દરિયામાં ફાટ પાડી (તેમાં રસ્તો) બનાવ્યો, આવી રીતે અમે તમને ફિરઔનના લોકોથી બચાવી લીધા, અને ફીરઓના લોકોને તે સમુન્દ્રમાં ડૂબાડી દીધા.
51 - Al-Baqarah (The Cow) - 051
وَإِذۡ وَٰعَدۡنَا مُوسَىٰٓ أَرۡبَعِينَ لَيۡلَةٗ ثُمَّ ٱتَّخَذۡتُمُ ٱلۡعِجۡلَ مِنۢ بَعۡدِهِۦ وَأَنتُمۡ ظَٰلِمُونَ
૫૧. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે મૂસાને ચાલીસ રાત્રીઓનું વચન આપી બોલાવ્યા, તો તેમની ગેરહાજરીમાં તમે વાછરડાને (પૂજવા) લાગ્યા અને તમે સૌ ઝાલિમ છો.
52 - Al-Baqarah (The Cow) - 052
ثُمَّ عَفَوۡنَا عَنكُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
૫૨. તેમ છતાં અમે તમને માફ કરી દીધા કદાચ તમે આભારી બની જાઓ.
53 - Al-Baqarah (The Cow) - 053
وَإِذۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَٱلۡفُرۡقَانَ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ
૫૩. (આ સમય દરમિયાન) અમે મૂસાને કિતાબ અને ફુરકાન (સત્ય અને અસત્યની ઓળખ માટેનું માપદંડ) આપ્યું, જેથી તમે હિદાયત મેળવી શકો.
54 - Al-Baqarah (The Cow) - 054
وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ إِنَّكُمۡ ظَلَمۡتُمۡ أَنفُسَكُم بِٱتِّخَاذِكُمُ ٱلۡعِجۡلَ فَتُوبُوٓاْ إِلَىٰ بَارِئِكُمۡ فَٱقۡتُلُوٓاْ أَنفُسَكُمۡ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ عِندَ بَارِئِكُمۡ فَتَابَ عَلَيۡكُمۡۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ
૫૪. અને જ્યારે મૂસાએ (પાછા આવીને) પોતાની કૌમને કહ્યું હે મારી કૌમ! તમે વાછરડાને પૂજ્ય બનાવી પોતાના પર જુલમ કર્યો છે, હવે તમે પોતાના સર્જનહાર પાસે તૌબા કરો, પોતાને અંદરો અંદર કત્લ કરો, અલ્લાહની નજીક આ જ વાત તમારા માટે સારી છે, પછી (અલ્લાહ) એ તમારી તૌબા કબુલ કરી, કારણકે તે જ તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયાળુ છે.
55 - Al-Baqarah (The Cow) - 055
وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡكُمُ ٱلصَّـٰعِقَةُ وَأَنتُمۡ تَنظُرُونَ
૫૫. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ, જેથી તમારા જોતા જ તમારા પર વિજળી પડી.
56 - Al-Baqarah (The Cow) - 056
ثُمَّ بَعَثۡنَٰكُم مِّنۢ بَعۡدِ مَوۡتِكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
૫૬. તમારા મૃત્યુ પછી અમે તમને જીવિત કર્યા, કદાચ કે તમે આભારી બની જાઓ.
57 - Al-Baqarah (The Cow) - 057
وَظَلَّلۡنَا عَلَيۡكُمُ ٱلۡغَمَامَ وَأَنزَلۡنَا عَلَيۡكُمُ ٱلۡمَنَّ وَٱلسَّلۡوَىٰۖ كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ
૫૭. અને અમે તમારા પર વાદળનો છાયડો કર્યો અને તમારા (ખાવા માટે) મન અને સલવા ઉતાર્યું, (અને કહી દીધું) કે અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ, જે અમે તમને આપી છે, તેઓએ (અવજ્ઞા કરી) અમારા પર જુલમ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના પર જ જુલમ કરી રહ્યા હતા.
58 - Al-Baqarah (The Cow) - 058
وَإِذۡ قُلۡنَا ٱدۡخُلُواْ هَٰذِهِ ٱلۡقَرۡيَةَ فَكُلُواْ مِنۡهَا حَيۡثُ شِئۡتُمۡ رَغَدٗا وَٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا وَقُولُواْ حِطَّةٞ نَّغۡفِرۡ لَكُمۡ خَطَٰيَٰكُمۡۚ وَسَنَزِيدُ ٱلۡمُحۡسِنِينَ
૫૮. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમને કહ્યું હતું કે તે વસ્તીમાં જાઓ અને જે કંઇ ઈચ્છા કરો, છુટથી ખાઓ પીવો અને દરવાજામાં સિજદો કરતા પસાર થાઓ અને હિત્તતુન્ કહો, અમે તમારા પાપોને માફ કરી દઇશું અને સદકાર્ય કરવાવાળાને વધુ આપીશું.
59 - Al-Baqarah (The Cow) - 059
فَبَدَّلَ ٱلَّذِينَ ظَلَمُواْ قَوۡلًا غَيۡرَ ٱلَّذِي قِيلَ لَهُمۡ فَأَنزَلۡنَا عَلَى ٱلَّذِينَ ظَلَمُواْ رِجۡزٗا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُواْ يَفۡسُقُونَ
૫૯. પરંતુ તે ઝાલિમ લોકોએ એ વાતને જ બદલી નાખી, જે તેમને કહેવામાં આવી હતી, તો અમે પણ તે અત્યાચારીઓ પર તેઓના દુષ્કર્મો અને અવજ્ઞા ના કારણે આકાશી અઝાબ ઉતાર્યો.
60 - Al-Baqarah (The Cow) - 060
۞وَإِذِ ٱسۡتَسۡقَىٰ مُوسَىٰ لِقَوۡمِهِۦ فَقُلۡنَا ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡحَجَرَۖ فَٱنفَجَرَتۡ مِنۡهُ ٱثۡنَتَا عَشۡرَةَ عَيۡنٗاۖ قَدۡ عَلِمَ كُلُّ أُنَاسٖ مَّشۡرَبَهُمۡۖ كُلُواْ وَٱشۡرَبُواْ مِن رِّزۡقِ ٱللَّهِ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ
૬૦. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કૌમ માટે પાણી તલબ કર્યું, તો અમે તેમને કહ્યું કે પોતાની લાકડીને પત્થર પર મારો, જેનાથી બાર ઝરણા ફુટી નીકળ્યા અને (મૂસાની કોમના બાર કબીલાઓ માંથી) પ્રત્યેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું (અને અમે તેમને કહી દીધું કે) અલ્લાહ તઆલાની રોજી ખાવો પીવો, અને ધરતી પર ભ્રષ્ટાચાર ન ફેલાવશો.
61 - Al-Baqarah (The Cow) - 061
وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نَّصۡبِرَ عَلَىٰ طَعَامٖ وَٰحِدٖ فَٱدۡعُ لَنَا رَبَّكَ يُخۡرِجۡ لَنَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ مِنۢ بَقۡلِهَا وَقِثَّآئِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَاۖ قَالَ أَتَسۡتَبۡدِلُونَ ٱلَّذِي هُوَ أَدۡنَىٰ بِٱلَّذِي هُوَ خَيۡرٌۚ ٱهۡبِطُواْ مِصۡرٗا فَإِنَّ لَكُم مَّا سَأَلۡتُمۡۗ وَضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلذِّلَّةُ وَٱلۡمَسۡكَنَةُ وَبَآءُو بِغَضَبٖ مِّنَ ٱللَّهِۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانُواْ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيۡرِ ٱلۡحَقِّۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ
૬૧. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે હે મૂસા! અમે એક જ પ્રકારના ભોજન પર કદાપિ ધીરજ નહીં રાખી શકીએ, એટલા માટે પોતાના પાલનહારથી અમારા માટે દુઆ કરો કે તે અમને ધરતી ની પેદાવાર સૂરણ, કાંકડી, ઘંઉ, મસૂર અને ડુંગળી આપે, મૂસાએ કહ્યું, તમે ઉત્તમ વસ્તુના બદલામાં સાધારણ વસ્તુ કેમ માંગો છો? (જો આ પ્રમાણે જ હોય) તો તમે એવા! શહેરમાં જાઓ જ્યાં તમારી મનચાહી વસ્તુઓ મળી જશે, (છેવટે) તેઓ પર અપમાન અને લાચારી નાખી દેવામાં આવી અને અલ્લાહનો ક્રોધ લઇ તેઓ પાછા ફર્યા, આ એટલા માટે કે તેઓ અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને પયગંબરોને અન્યાયી રીતે કત્લ કરતા હતા, આ તેઓની અવજ્ઞાકારી અને અતિરેકનું પરિણામ છે.
62 - Al-Baqarah (The Cow) - 062
إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَٱلَّذِينَ هَادُواْ وَٱلنَّصَٰرَىٰ وَٱلصَّـٰبِـِٔينَ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَعَمِلَ صَٰلِحٗا فَلَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ
૬૨. જે લોકો (જાહેરમાં) ઈમાન લાવ્યા છે અને જેઓ યહુદી, ઇસાઇ અથવા સાબી (નાસ્તિક) હોય, તેમના માંથી જે કોઇ પણ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન લાવશે અને સદકાર્યો કરશે તો તેઓનો બદલો તેઓના પાલનહાર પાસે છે અને તેઓને ના તો કોઇ ભય છે અને ન તો કોઈ નિરાશા.
63 - Al-Baqarah (The Cow) - 063
وَإِذۡ أَخَذۡنَا مِيثَٰقَكُمۡ وَرَفَعۡنَا فَوۡقَكُمُ ٱلطُّورَ خُذُواْ مَآ ءَاتَيۡنَٰكُم بِقُوَّةٖ وَٱذۡكُرُواْ مَا فِيهِ لَعَلَّكُمۡ تَتَّقُونَ
૬૩. (અને હે બની ઇસ્રરાઇલ! તે સમય પણ યાદ કરો) જ્યારે અમે તમારા પાસે પાકું વચન લીધું અને તમારા પર તૂર (નામી) પહાડ લાવી ઉભો કરી દીધો (અને કહ્યું) જે (કિતાબ) અમે તમને આપી છે, તેને મજબુતીથી પકડી રાખો અને જે કંઇ તેમાં છે તેને યાદ કરો, આવી રીતે કદાચ તમે પરહેજગાર બની જાઓ.
64 - Al-Baqarah (The Cow) - 064
ثُمَّ تَوَلَّيۡتُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَۖ فَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ لَكُنتُم مِّنَ ٱلۡخَٰسِرِينَ
૬૪. પરંતુ આ વચન આપ્યા પછી ફરીવાએ તમે વચનભંગ કર્યો, અને જો અલ્લાહતઆલાની કૃપા અને તેની દયા તમારા પર ન હોત તો તમે નુકસાન ઉઠાવનાર બની જાત.
65 - Al-Baqarah (The Cow) - 065
وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلَّذِينَ ٱعۡتَدَوۡاْ مِنكُمۡ فِي ٱلسَّبۡتِ فَقُلۡنَا لَهُمۡ كُونُواْ قِرَدَةً خَٰسِـِٔينَ
૬૫. અને તમેં તે લોકોને પણ ખૂબ સારી રીતે જાણો છો, જેઓ શનિવારના દિવસ બાબતે હદથી વધી ગયા અને અમે પણ કહી દીધું કે તમે અપમાનિત વાંદરાઓ બની જાવ.
66 - Al-Baqarah (The Cow) - 066
فَجَعَلۡنَٰهَا نَكَٰلٗا لِّمَا بَيۡنَ يَدَيۡهَا وَمَا خَلۡفَهَا وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ
૬૬. તેઓને અમે આગળ-પાછળના લોકો માટે બોધદાયક બનાવ્યા અને ડરવાવાળાઓ માટે શિખામણ.
67 - Al-Baqarah (The Cow) - 067
وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦٓ إِنَّ ٱللَّهَ يَأۡمُرُكُمۡ أَن تَذۡبَحُواْ بَقَرَةٗۖ قَالُوٓاْ أَتَتَّخِذُنَا هُزُوٗاۖ قَالَ أَعُوذُ بِٱللَّهِ أَنۡ أَكُونَ مِنَ ٱلۡجَٰهِلِينَ
૬૭. અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય ઝબહ કરવાનો આદેશ આપે છે તો તેઓ મૂસાને કહેવા લાગ્યા, અમારી સાથે મજાક કેમ કરી રહ્યા છો? તેમણે જવાબ આપ્યો કે હું આ પ્રમાણેની વાતો કરી જાહિલ લોકો માંથી થઈ જવાથી અલ્લાહના શરણમાં આવું છું.
68 - Al-Baqarah (The Cow) - 068
قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَۚ قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ لَّا فَارِضٞ وَلَا بِكۡرٌ عَوَانُۢ بَيۡنَ ذَٰلِكَۖ فَٱفۡعَلُواْ مَا تُؤۡمَرُونَ
૬૮. તેઓએ કહ્યું કે હે મૂસા! દુઆ કરો કે અલ્લાહ તઆલા અમારા માટે તે ગાયના લક્ષણો સ્પષ્ટ કરી દે, મૂસાએ કહ્યું સાંભળો! તે ગાય ન તો ઘરડી હોય ન વાછરડું, પરંતુ બન્નેની વચ્ચેની વયની હોય, હવે જે આદેશ તમને આપવામાં આવ્યો છે તે કરી બતાવો,
69 - Al-Baqarah (The Cow) - 069
قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوۡنُهَاۚ قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ صَفۡرَآءُ فَاقِعٞ لَّوۡنُهَا تَسُرُّ ٱلنَّـٰظِرِينَ
૬૯. તે લોકો ફરી કહેવા લાગ્યા કે મૂસા અમારા માટે દુઆ કરો કે અલ્લાહ તઆલા અમને તેના રંગની જાણ આપે? ફરમાવ્યું કે તે (અલ્લાહ) કહે છે કે તે ગાયનો રંગ ઘાટો પીળો (સોનેરી કલર) હોવો જોઈએ, જે જોવાવાળાઓને ખુશ કરી દે.
70 - Al-Baqarah (The Cow) - 070
قَالُواْ ٱدۡعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ ٱلۡبَقَرَ تَشَٰبَهَ عَلَيۡنَا وَإِنَّآ إِن شَآءَ ٱللَّهُ لَمُهۡتَدُونَ
૭૦. તે કહેવા લાગ્યા કે મૂસા તમારા પાલનહાર પાસે દુઆ કરો કે તે હજુ અમને ગાયના વધુ લક્ષણો બતાવે, આ ગાયએ તો અમને શંકામાં નાખી દીધા છે અને અલ્લાહ ઇચ્છશે તો અમે જરૂર આ ગાય શોધી કાઢીશું.
71 - Al-Baqarah (The Cow) - 071